
એક સમય હતો જે હંમેશા બધાના દિલો માં રહેશે કે જ્યારે વિરાટ કોહલી પીચ પર બેટિંગ કરવા ઉતર તો અને આખી રમત બદલાઈ જતી. વિરાટ કોહલી જ્યારે ગ્રાઉન્ડમાં ઉતર તો ખાસ કરી ને ટેસ્ટ ક્રિકેટમાં ત્યારે આખા ગ્રાઉન્ડમાં એક પોઝિટિવ એનર્જી આવી જતી હતી. જ્યારે પણ ક્રિકેટ ઇતિહાસમાં ટેસ્ટ ક્રિકેટ બેટ્સમેન ની ચર્ચા થશે ત્યારે વિરાટ કોહલીનું નામ સૌથી ઉપર લેવામાં આવશે
વિરાટ કોહલી નો ક્રિકેટ સાથે નો લગાવ માત્ર 8 વર્ષ ની નાની ઉંમર થઈ ગયો હતો. વિરાટ કોહલી એ 8 વર્ષ ની ઉંમરે દિલ્લી ના ગ્રાઉન્ડ માં ક્રિકેટ પ્રેક્ટિસ ની શરૂઆત કરી હતી.
અંડર -૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૦૮ ની આયોજન મલેશિયા માં કરવા માં આવ્યું હતું. ૨૦૦૮ નો વલ્ડ કપ વિરાટ કોહલી માટે ખુબજ મહત્વ નો રહ્યો. તે વલ્ડ કપ થી વિરાટ કોહલી ની ક્રિકેટ જગતમાં મહત્વ ની નોંધ લેવા માં આવી.
અંડર -૧૯ વર્લ્ડ કપ માં ભારત ને વિશ્વ વિજેતા બનાવવા માં વિરાટ કોહલી નો ખુબજ મહત્વ નો ફાળો રહ્યો હતો વિરાટ કોહલી એ ભારત ની આગેવાની કરી હતી. અંડર -૧૯ ના વર્લ્ડ કપ થી વિરાટ કોહલી ની વિરાટ કારકિર્દી ની શરૂઆત થઈ હતી. આ ટુર્નમેન્ટમાં પછી આઈપીએલ ટીમો નું ધ્યાન તેના પર ગયું. Rcb ની ટીમ માં જોડાયો.
વિરાટ કોહલી નો ટેસ્ટ ક્રિકેટ માટે નો જજબો અને જુસ્સો કઈક અલગ જ હતો તે જજ્બો અને જુસ્સાને લીધે વિરાટ કોહલી બીજા ખેલાડી કરતા અલગ દેખાય આવતો હતો
જ્યારે દુનિયા નું ક્રિકેટ ટી – ૨૦ તરફ વળી રહ્યું હતું ત્યારે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટ ને પોતાનું ગૌરવ માની રહ્યો હતો.વિરાટ કોહલી ને ટેસ્ટ ક્રિકેટ સાથે ખુબજ લગાવ હતો વિરાટ કોહલી ની ટેસ્ટ ક્રિકેટ માં કેપ્ટન શીપ અદભુત અને પ્રશંસનીય હતી. વિરાટ કોહલી ની ટેસ્ટ ક્રિકેટ ની કેપ્ટન સી ના કારણે ભારત ને પ્રતિભાશાળી ફાસ્ટ બોલર મળ્યા. વિરાટની કેપ્ટન શીપ માં ભારતીય ક્રિકેટ ટીમનું ફિટનેસ લેવલ માં ખૂબ જ અદભુત એવો સુધારો આવ્યો. વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટ જીવિત રાખ્યું અને વિરાટ કોહલીએ તેના ફિટનેસ લેવલ તેની આક્રમક બેટિંગ અને તેના અદભુત નેતૃત્વ ના કારણે ટેસ્ટ ક્રિકેટને રસપ્રદ બનાવી દીધું
કોહલી એ ટેસ્ટ ક્રિકેટ ની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ સામે 2011 માં કરી હતી. ટેસ્ટ ક્રિકેટની શરૂઆતમાં વિરાટ કોહલી માટે થોડો સંઘર્ષનો સમય રહ્યો. તે પછી વિરાટ કોહલી ની ટેસ્ટ ક્રિકેટમાં અદભુત શરૂઆત થઈ. કોહલી ની પ્રથમ સદી 2012માં ન્યૂઝીલેન્ડ સામે ફટકારી હતી. ૧૦૩ રન ની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી નો ઉચ્ચ સ્કોર અણનમ ૨૫૪ નો સાઉથ આફ્રિકા સામેનો છે
આપણે એક નજર વિરાટ કોહલી ના ટેસ્ટ કરિયર અને તેના રેકોર્ડ પર કરીએ
કુલ ટેસ્ટ મેચ:૧૨૩
. કુલ ટેસ્ટ ઇનિંગ:૨૧૦
કુલ ટેસ્ટ રન:૯૨૩૦
ઉચ્ચ સ્કોર :૨૫૪*
એવરેજ:૪૬.૮૫
૧૦૦/૫૦: 30/31
કુલ ટેસ્ટ ફિલ્ડીંગ કેચ:૧૨૧
૨૦૧૬ થી ૨૦૧૯ નો સમય વિરાટ કોહલી માટે ગોલ્ડન ટાઈમ હતો. તે સમય ગાળામાં વિરાટ કોહલી સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવી જગ્યાએ તેઓના હોમ ગ્રાઉન્ડમાં જઈને શાનદાર પર્ફોમન્સ કર્યું હતું.
વિરાટ કોહલી એ સૌથી વધુ સદી ઓસ્ટ્રેલિયા સામે કુલ ૯ સદી ફટકારી છે ત્યાર બાદ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા સામે ૫/૫ સદી બનાવી છે. વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયાના હોમ ગ્રાઉન્ડમાં કુલ સાત સદી ફટકારી છે.
વિરાટ કોહલી માટે ૨૦૧૮ નું વર્ષ ખૂબ જ યાદગાર રહ્યું છે. ૨૦૧૮ માં ઓસ્ટ્રેલિયામાં ભારત vs ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ રમાય હતી. સિરીઝ માં વિરાટ કોહલી ની કેપ્ટન શીપ હેઠળ ભારતે તે સિરીઝ પોતાના નામે કરી હતી
વિરાટ કોહલી ની ટેક્નિક ને લઈને ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા ખાસ કરીને સ્પ્રિંગ બોલિંગ સામે પણ વિરાટ કોહલીએ તેની સખત મહેનત અને તેના પોતાની જાત ઉપરના વિશ્વાસ ના કારણે તેને પોતાની બેટિંગ માં સુધાર કરી ને બધા જ પ્રશ્નોનો જવાબ તેના બેટથી આપ્યો.
વિરાટ કોહલી નું જીવન ખાલી મેદાન પૂરતું જ નહીં મેદાનની બહાર પણ ખૂબ જ તપસ્યા વાળું હતું તેનું જીવન ખૂબ જ શિસ્ત વાળું રહ્યું છે વિરાટ કોહલી ની દિનચર્યા એક તપસ્વી જેવી હતી જીમમાં જઈને સખત પરસેવો વહાવતો અને તેના ભોજનમાં પણ કોઈપણ પ્રકારની બાંધછોડ નોહતો કરતો વિરાટ કોહલી માટે ફિટનેસ એ મહત્વનું પાસું હતું. વિરાટ કોહલી ની ફિટનેસે બીજા યુવા ખિલાડીઓને ફિટનેસ પ્રત્યે પ્રોત્સાહન પૂરું પાડ્યું.
વિરાટ કોહલી માત્ર ક્રિકેટમાં જ નહીં પણ બીજી રમતોમાં પણ ભારતી તેમજ જગત અને યુવા ખેલાડીઓ માટે એક પ્રેરણાસ્ત્રોત રહ્યા છે.
વિરાટ કોહલીને તેના પ્રદર્શન અને નેતૃત્વ બદલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે
રાષ્ટ્રીય પુરસ્કાર: અર્જુન એવોર્ડ (૨૦૧૩)
: પદ્મશ્રી (૨૦૧૭)
. : રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ(૨૦૧૮)
આંતરરાષ્ટ્રીય પુરસ્કાર અને ક્રિકેટ સન્માન:
:icc ક્રિકેટર ઓફ ધ યર (૨૦૧૮,૨૦૧૯)
: icc ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર (૨૦૧૮)
: icc odi પ્લેયર ઓફ ધ યર (૨૦૧૨,૨૦૧૭,૨૦૧૮)
: Wisden leading ક્રિકેટર ઇન ધ વર્લ્ડ (૨૦૧૬,૨૦૧૭,૨૦૧૮)
આ સિવાય વિરાટ કોહલી forbes અને time 100 ની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે
વિરાટ કોહલી ના સોશિયલ મીડિયા માં કરોડોની ફેન ફોલોવિંગ છે
વિરાટ કોહલી નું જીવન આદર્શ અને પ્રેરણા દાયક રહેશે
Thank you sir Virat kholi